Story By:Dharmistha Parmar (Editor In chief)
ભાજપમાં જોડાનાર કોંગ્રેસના પૂર્વ નેતા રાજુ પરમારની વડાપ્રધાન સાથે મુલાકાત, એક્સક્લુઝિવ તસવીરો માત્ર Nation 1 news પાસે
ભાજપમાં જોડાનાર કોંગ્રેસના પૂર્વ નેતા રાજુ પરમાર ની વડાપ્રધાન સાથે મુલાકાત, એક્સક્લુઝિવ તસવીરો માત્ર Nation 1 news પાસે છે નોધનીય છે કે રાજુ પરમાર અને નરેશ રાવલ આગામી 17 મી ઓગસ્ટે ભાજપમાં જોડાનાર છે ત્યારે તે અગાઉ રાજુ પરમાર સહિતના નેતાઓ આજે દિલ્હી પહોંચી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની આ મુલાકાતની તસવીરો માત્ર અને માત્ર નેશન ફર્સ્ટ ન્યુઝ પાસે છે.
60 જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયાઅત્યારસુધી ગુજરાતમાં 2012થી અત્યારસુધીમાં 60 જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. હવે કોંગ્રેસના 2 દિગ્ગ્જ નેતા 17મીએ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ કેસરિયો કરવા જઈ રહ્યા છે. રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જ્યારે બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો કરી લીધો છે.