182 ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગરૂપે ભાજપના એક ધારાસભ્ય સહિત 50 ધારાસભ્યોએ આપ્યું લેખિત સમર્થન
ગુજરાત સરકારે લાદેલા કાળા કાયદાના વિરોધને લઈને ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિવિધ આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા આ અગાઉ અનેક બેઠકો પણ કરવામાં આવી છે અને ગામે ગામ કાળા કાયદાનો વિરોધ કરવા માટે ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે
કાળા કાયદાના વિરોધમાં સમજ આપી પેમ્પલેટ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો
માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ દ્વારા ગુજરાતના દરેક ગામડે ગામડે વસવાટ કરતા માલધારીઓને પણ આ કાળા કાયદાના વિરોધમાં સમજ આપી પેમ્પલેટ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને આ કારણો કાયદો શું છે તે અંગે માલધારીઓને માહિતી પણ આપવામાં આવી હતી. દરમિયાનમાં ગુજરાત માલધારી મહાન પંચાયત આંદોલન સમિતિ દ્વારા રાજ્યના 182 ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેે.
ભાજપના એક ધારાસભ્ય સહિત 50 જેટલા ધારાસભ્યોનું સમર્થન
50 જેટલા ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં ભાજપના એક ધારાસભ્ય સહિત 50 જેટલા ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પચાસ ધારા સભ્યોએ માલધારી મહાન પંચાયત આંદોલન સમિતિને લેખિતમાં સમર્થન પણ આપ્યું છે.
આ કાર્યક્રમના ભાગરૂપે બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો હિમ્મતસિંહ પટેલે પણ માલધારી મહાપંચાયત આંદોલન સમિતિને કાળા કાયદાના વિરોધમાં લેખિતમાં સમર્થન આપ્યું છે.
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ શું કહ્યું
આ અંગે ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ વિરોધના આ અલગ અલગ કાર્યક્રમો ચાલુ રહેશે અને ગામડે ગામડે જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.