નવી બંધારણ કમિટી રચના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે
જખવાડા, તા. 23 ફેબ્રુઆરી 2026 (સોમવાર): શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજના આયોજને જખવાડા ગામ મુકામે 61 ગામોની “નાત ગંગા”નું ભવ્ય આગમન થવાનું છે. આ અવસરે સમાજ એકતા, સંગઠન અને વિકાસને ધ્યાનમાં રાખીને નવી બંધારણ કમિટી રચવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.

આ કાર્યક્રમમાં વિવિધ ગામોના આગેવાનો, વડીલો અને સમાજબંધુઓ હાજરી આપશે. સમાજની સુવ્યવસ્થિત કામગીરી, પારદર્શિતા અને ભવિષ્યના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે નવી કમિટી રચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સમસ્ત જખવાડા રોહિત વસ્તી પંચ દ્વારા તમામ ગામના વસ્તી પંચોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ગામના ગ્રામ પ્રતિનિધિઓના નામ અગાઉથી નક્કી કરી તૈયાર રાખે અને કાર્યક્રમના દિવસે સાથે લાવે. જેથી બેઠક દરમિયાન સમયનો બગાડ ન થાય અને શાંતિપૂર્ણ તેમજ સુચારૂ રીતે કાર્ય પૂર્ણ કરી શકાય.

જખવાડા રોહિત વસ્તી પંચના આગેવાનોનું કહેવું છે કે આ કાર્યક્રમ સમાજની એકતા, સંગઠન અને ભવિષ્યના વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. સમગ્ર સમાજમાં આ કાર્યક્રમ અંગે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અવસર સમાજની એકતા અને સંગઠનની શક્તિ દર્શાવતો ઐતિહાસિક પ્રસંગ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સમાજના સર્વે ભાઈ-બહેનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જખવાડા ગામ રોહિત સમાજના કનુભાઈ બોઘાભાઈ સિંગલ,રાજુભાઈ ભીખાભાઈ પરમાર
નવઘણભાઈ ભોજાભાઇ સિંગલ,ગૌરાંગભાઈ પાલાભાઈ સિંગલ (એડવોકેટ), ભરતભાઈ કાળાભાઈ સિંગલ અને સમગ્ર જખવાડા ગામ રોહિત સમાજ વસ્તી પંચ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે
