Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરીક્રાઈમ

રાજસ્થાનના લક્ષ્મણ અને પિન્ટુને નરોડા પોલીસે પકડ્યા,કારનામા વાંચીને તમે પણ રહી જશો દંગ..

રાજસ્થાનના લક્ષ્મણ અને પિન્ટુને નરોડા પોલીસે પકડ્યા,કારનામા વાંચીને તમે પણ રહી જશો દંગ

રાજસ્થાનના વતની બે શખ્સોને નરોડા પોલીસે ઝડપી પાડયા છે.રાજસ્થાની બંન્ને શખ્સો લક્ષ્મણ અને પિન્ટુ કરતા હતા એવા કામ કે વાંચીને તમે પણ દંગ રહી જશો.નરોડા પોલીસે બંન્નેને ઝડપી પાડી સાત જેટલા સ્પોર્ટસ બાઇક કબ્જે કર્યા છે.પોલીસ પુછપરછમાં બંન્ને શખ્સો મોજશોખ માટે સ્પોર્ટસ બાઇક ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે.

વિગતો એવી છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનાર બે આરોપીઓને નરોડા પોલીસે ઝડપી લીધા છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી સાત બાઇક મુદ્દામાલમાં કબજે કર્યા છે ત્યારે સાત પૈકી ચાર બાઇક તો આરોપીઓએ જુલાઇ મહિનામાં જ ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. બન્ને આરોપીઓની જુદા જુદા વિસ્તારની પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે.

ઝોન-4 ડીસીપી કાનન દેસાઇએ તેમના તાબાના વિસ્તારમાં પોલીસને સતત પેટ્રોલીંગ કરી ગુના અટકાવા તાકીદ કરી હતી ત્યારે નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલે ચોરી સહિતના ગુના ઉકેલી લેવા ડી સ્ટાફને સૂચના આપી હતી. ત્યારે ડીસ્ટાફ પીએસઆઇ બી.એમ.જોગડા, પોલીસ કોન્સ્ટેબલ, પંકેશ ધનાભાઇ, ધુમકેતુ આત્મારામ, અભિષેક અશ્વીન કુમાર સહિતના પોલીસ સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે, બાઇક ચોરી કરનાર સભ્યો મુઠિયા ગામ પાસે આવવાના છે. તેથી પોલીસે વોચ ગોઠવી હતી અને બે શકમંદને પોલીસે અટકાવ્યા હતા.

પોલીસે તેમની પૂછપરછ કરતા બન્નેએ નરોડા, વટવા, ઓઢવ, સરખેજ, હિંમતનગર અને રાજસ્થાનથી બાઇખ ચોરી કરી સંતાડી રાખ્યા હોવાનું કબૂલ કર્યું હતું. જેથી પોલીસે બન્નેને સાથે રાખી સાત બાઇક કબજે કરી હતી. ત્યારબાદ બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં લક્ષ્મણ ઉર્ફે લચ્છુ મોગાજી ડામોર અને પ્રેમલાલ ઉર્ફે પ્રેમ ઉર્ફે પિન્ટુ અર્જુનભાઇ નનોમા(બન્ને રહે. ગામ રાતાપાની, જી. ડુંગરપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

Related posts

BCCI સેક્રેટરી જય શાહે ખોલ્યું રાઝ,કપરા સમયમાં કોણે કરી હતી મદદ,જાણો સમગ્ર હકીકત..

Admin

અમદાવાદના ખોખરામાં વેચાઇ રહ્યો છે મોતનો સામાન

Admin

સાણંદના માધવનગરમાં દારૂના અડ્ડાનો સ્થાનિકે વીડિયો બનાવી કર્યો વાયરલ,પોલીસ હજી SPના આદેશની રાહ જોઇ રહી છે

Admin

Leave a Comment