Nation 1 News
ક્રાઈમ

સાણંદના માધવનગરમાં દારૂના અડ્ડાનો સ્થાનિકે વીડિયો બનાવી કર્યો વાયરલ,પોલીસ હજી SPના આદેશની રાહ જોઇ રહી છે

સાણંદ તાલુકાના માધવનગરમાં દેશી દારૂ બેફામ વેચાતો હોવાનો વીડિયો હાલમાં ધુમ મચાવી રહ્યો છે..એક જાગૃત નાગરીકે પોતાની ફરજી સમજી આ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે..જોકે હજી સુધી જેનું કામ દારૂની બદીને દૂર કરવાનું છે તે સાણંદ પોલીસ હજી જાગૃત થઇ નથી અને કયારે એસપી આ અડ્ડાઓ પર દરોડા પાડવાના આદેશ કરે તેની રાહ જોઇ રહી છે..

જાગૃત નાગરીક દારૂના અડ્ડા પર ધસી ગયો  

માધવનગરમાં દેશી દારૂનું ધુમ વેચાણ થઇ રહ્યો હોવાનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે.એક જાગૃત નાગરીક દારૂના અડ્ડા પર ધસી ગયો હતો અને આ પુરો વીડિયો બનાવ્યો છે..વીડિયોમાં દેશી દારૂ બેફામ વેચાતો હોવાનું અને બુટલેગરોને પોલીસના ચાર હાથો હોવાનું રીતસર લાગી રહ્યું છે.

 

સાણંદ પીઆઇ આર.એ.જાદવને જાણ કરાઇ હતી 

સાણંદ પીઆઇ આર.એ.જાદવને નેશન ફસ્ટ ન્યૂઝ દ્રારા થોડા દિવસ પહેલા જ તેમના વિસ્તારમાં દારૂ વેચાતો હોવાની માહિતી આપવામાં આવી હતી તેમ છતા પીઆઇ જાદવ લાજવાના બદલે ગાજ્યા હતા અને અમે દારૂ પકડવાની કામગીરી કરીએ છે તેમ કહેવા લાગ્યા હતા.હાલમાં માધવનગરમાં દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતાં સાણંદ પોલીસની પોલ ખુલી ગઇ છે..સ્થાનિક લોકોએ આ અંગે એસપી અમિત વસાવાને પણ જાણ કરી છે..હવે એસપી કયારે આ દારૂના અડ્ડાઓ બંધ કરાવે છે તે જોવાનું રહ્યું…

Related posts

પૂજાબેન પટેલ પાંચ હજારની લાંચ લેતાં ઝડપાયા

Admin

સાણંદ પીઆઇનો ઉંદરને પકડી બીલાડીને બચાવવાનો ખેલ,, જાણો શું છે આખો ખેલ

Admin

અમદાવાદ પીસીબીનો શું છે ખેલ..પીસીબીના પીએસઆઇએ વહીવટદારને સોંપ્યું છે આ કામ..

Admin

Leave a Comment