Story By: ધર્મિષ્ઠા પરમાર (એડિટર ઇન ચીફ)
- કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી કમાલ
- પ્રિન્સિપાલ અર્ચના મેડમ, દિપક સર અને સમગ્રી સ્ટાફની માર્ગદર્શન હેઠળ સાયન્સ ફેર આયોજિત કરાયો
- ધોરણ 8ના હેત પરમાર, યુવરાજ, આરવ, જૈમીન અને લક્ષ નામના વિદ્યાર્થીઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું
- સાયન્સ ફેર દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને ટીમ વર્કની ભાવના વિકસે તેવા પ્રયાસો કરાયા
કૃષ્ણનગરના ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે.
સ્કૂલ ખાતે યોજાયેલા ભવ્ય સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ ભારતના ઉજ્જવળ ભવિષ્યને દર્શાવતો અનોખો મેપ તૈયાર કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન વિચારસરણીના સંયોજન સાથે તૈયાર કરાયેલા આ મેપમાં ભારતના વિકાસની દિશા, ભવિષ્યની સંભાવનાઓ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને જોઈ હાજર મહેમાનો અને માતા-પિતાઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

આ સાયન્સ ફેરનું આયોજન પ્રિન્સિપાલ અર્ચના મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ દિપક સર અને સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ અનેક દિવસોની સતત મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સાયન્સ ફેર દરમિયાન વિવિધ વિજ્ઞાન આધારિત મોડલ અને પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ધોરણ આઠના વિદ્યાર્થી હેત પરમાર, યુવરાજ, આરવ, જૈમીન અને લક્ષ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઉપસ્થિત સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રોજેક્ટ ક્લાસ ટીચર કૃતિકા મેડમ ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.પ્રોજેક્ટ દ્વારા આધુનિક પરિવહન પ્રણાલી અને ભવિષ્યના ભારતની ઝલક રજૂ કરવામાં આવી હતી.

સાયન્સ ફેર દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને ટીમ વર્કની ભાવના વિકસે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ડોન બોસ્કો સ્કૂલનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ઝલક આપે છે.

આ ઉપરાંત ચંદ્રેશ સરના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર વિષયના વિદ્યાર્થીઓએ પણ પોતાના નવતર કોમ્પ્યુટર પ્રોજેક્ટ રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને નવીનતા વિકસાવવા મહત્વપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું દિપકસર દ્વારા જણાવાયું હતું.
