Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

અમદાવાદના નિકોલમાં વિરાંજલી મેદાન ખાતે આજથી ભવ્યાતિભવ્ય શિવ કથાનું આયોજન, 14 માર્ચ સુધી ભક્તો કથાનું રસપાન કરી શકશે

સ્ટોરી બાય :અવિનાશ ગૌતમ

અમદાવાદના નિકોલ ખાતે આવેલા વિરાંજલી મેદાનમાં સ્વામી જ્ઞાનસાગરજી મહારાજ મથુરાવાળાની શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન શિવની કથાનો શુભારંભ કરાયો હતો. શિવ કથાના શુભારંભ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ કથા આગામી 14 માર્ચ સુધી ચાલશે. જેથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને શિવકથાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથાનું ખાસ મહત્વ એ છે કે આ અમર કથા સતયુગના આરંભથી લઈને કળિયુગના અંત સુધીની અમર કથા કહેવાય છે.

નિકોલ ખાતે આવેલા વિરાંજલી મેદાનમાં સ્વામી જ્ઞાનસાગરજી મહારાજ મથુરાવાળાની શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કથાના આયોજક અશ્વિન કાંકડે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે આજે શિવરાત્રી ના મહા પર્વથી શિવકથાનું આયોજન કરાયું છે. આજે ધામધૂમ પર પૂર્વક શિવ કથા નો શુભારંભ કરાયો છે. આ શિવ કથા આગામી 14 માર્ચ સુધી ચાલશે.

શિવ કથામાં દરરોજ ભાવિક ભક્તોને અલગ અલગ પ્રકારના પ્રસાદ પણ આપવામાં આવશે. આ ઉપરાંત શિવ કથામાં મોટી સંખ્યામાં ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓ પણ શિવકથાનો લ્હાવો લેશે. આ શિવ કથા આગામી 14 માર્ચ સુધી ચાલશે.. જેમાં દરરોજ બે થી ત્રણ હજાર લોકો શિવ કથામાં ભાગ લેશે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “ભોજન એટલુ સ્વાદિષ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું”

Admin

હર્ષ સંઘવીએ કહ્યું ‘ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી..’ આ સ્ટેપ ફોલો કરો, સાયબર ફ્રોડથી બચી જશો..

Admin

મહાઠગ પંકજ ખત્રીને કોર્ટની લપડાક, સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન કર્યા ના મંજૂર: વેપારીઓને મળી ન્યાયની આશા

Admin

Leave a Comment