Nation 1 News
BREAKING NEWS
ગામની વાતહેલ્થ

વિજ્ઞાન લોહી બનાવવામાં હજૂ સફળ થયું નથી કે કોઈ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન કરી શકાયું નથી

વિશ્વમાં રક્ત એવી ચીજ છે જેને કાળામાથાનો માનવી બનાવી શક્યો નથી. વિજ્ઞાન લોહી (BLOOD) બનાવવામાં હજૂ સફળ થયું નથી કે કોઈ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન કરી શકાયું નથી. માનવ જીવન માટે લોહી ખૂબ જ અગત્યની બાબત છે.

અકસ્માતમાં કે કોઇ મોટા ઓપરેશન વખતે લોહીની (BLOOD) તાતી જરૂરીયાત પડતી હોય છે. આ લોહી આથી જ રક્ત દાતાઓ પાસેથી એકત્રીત કરવામાં આવે છે. (BLOOD) લોહીના બ્લડ ગૃપની શોધ કરનાર અને તે માટે સને ૧૯૩૦ માં નોબેલ પ્રાઇઝ જીતનાર કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ તા. ૧૪ શી જૂનના રોજ થયો હતો. તેથી તેની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષઃ ૨૦૦૪ થી તા. ૧૪ મી જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષઃર૨૦૨ર માટે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી રક્તદાન એ એકતાનું કાર્ય છે. સ્વેચ્છિક રક્તદાન જીવન બચાવવા અને સમુદાયોમાં એકતા વધારવામાં જે ભૂમિકા ભજવે છે, તેના તરફ ધ્યાન દોરવા માટે પ્રયાસમાં જોડાઓ અને જીવત બચાવો” ની થીમ સાથે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે વિશ્વરક્તદાતા દિવસના પ્રસંગે સરતણસિંહજી હોસ્પિટલ, ભાવનગરની બ્લડ બેંક્ર દ્વારા વિશ્વ (BLOOD) રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીના ભાગરૂપે (BLOOD) બ્લડ બેંક, સર તષ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર અને એરપોર્ટ ખાતે કેન્દ્રી ઓધોગિક સુરક્ષા દળની મદદથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્રીરોગ વિભાગમાં સગર્ભા અને અન્ય બહેનો માટે, (BLOOD) મેડિકલ કોલેજ ખાતે વિધ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે અને નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે બ્લડ ગૃપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસ અંગેના બે અભ્યાસ આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં પ્રસિધ્ધ

Admin

મોદીએ કહ્યું કચ્છના ભુકંપ પછી અમે પહેલી દીવાળી ઉજવી ન હતી

Admin

અમદાવાદના કોર્પોરેટર નિકુલસિંહ તોમરને સો સો સલામ, જાણો કેમ ભર તડકામાં પહોંચ્યા ગંદકી વચ્ચે….

Admin

Leave a Comment