ગુજરાત ATSની ટીમે વડોદરામાંથી એક ડોકટરની કરી અટકાયત કરી છે. આ ઉપરાંત એક યુવતી સહિત અન્ય ત્રણ વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે એટીએસની ટીમ હાલમાં આચાર્ય વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે હાલમાં જ એટીએસના અધિકારીઓ સાથે વાત થયા મુજબ આ ચારેય લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
માહિતી એવી છે કે મુસ્લિમ ડોકટર એસો.ના સભ્ય ડો. સાદાબ પાનવાલાને બુધવારે વહેલી સવારે ATSની ટીમ ઉઠાવી ગઇ હતીી. પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા હોવાનું મનાતા ડો. સાદાબને લઈ જઈ પૂછપરછ કરી રહી છે.
અગાઉ અમદાવાદના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ તબીબની કરવામાં આવી હતી પૂછપરછ.ડો. સાદાબ પાનવાલાની અટકાયતનું સ્પષ્ટ કારણ હજી નથી આવ્યું બહાર. ડો. સાદાબ પાનવાલાની અટકાયત કરતા સંવેદનશીલ વિસ્તારમાં ખડભડાત મચી છે. ATS ની ટીમે ડો સાદાબ સાથે 3 થી 4 લોકોની પણ કરી અટકાયત કરી છે. અમદાવાદ અને ભાવનગર થી કરી અટકાયત કરી છે. યુવતીની પણ અટકાયત કરી છે. લેપટોપ અને મોબાઈલ ફોન પર જપ્ત કર્યાની માહિતીી મળી છે.