Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરીગામની વાત

કરકથલ ગામે શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 29મા સમૂહ લગ્નોત્સવ માટે ભવ્ય મીટિંગ – સમાજની એકતા અને સેવા ભાવનાનો અદ્વિતીય દ્રશ્ય

 

રિપોર્ટ બાય: પત્રકાર ભીખાભાઈ પરમાર (ગામ: છારોડી)

 

 

 

શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 29મા સમૂહ લગ્નોત્સવને લઈને તૈયારીઓ તેજ બની છે. કરકથલ ગામે આજરોજ 29મા સમૂહ લગ્નોત્સવને લઈ ભવ્ય અને ઐતિહાસિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિકાસ, એકતા અને સંસ્કારને સમર્પિત આ મીટિંગમાં ઉત્સાહ અને ઉમંગનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. ગામના પ્રત્યેક ખૂણે સમાજપ્રેમ અને સહકારની લાગણી સ્પષ્ટ રીતે અનુભવી શકાય તેવી હતી.

આ મહત્વપૂર્ણ મીટિંગમાં ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પરમાર, મંત્રી શ્રી વિનોદભાઈ, ખજાનચી શ્રી પ્રકાશભાઈ તેમજ ટ્રસ્ટના તમામ કારોબારી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સમાજના વડીલ મુરબ્બીઓ, ગ્રામ પ્રતિનિધિઓ, યુવા કાર્યકરો, કરકથલ ગામના ભાઈઓ-બહેનો અને વસ્તી પંચના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.

 

આયોજન અંગે વિસ્તૃત ચર્ચા

મીટિંગ દરમિયાન 29મા સમૂહ લગ્નોત્સવને ભવ્ય, શિસ્તબદ્ધ અને યાદગાર બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. લગ્ન વ્યવસ્થા, મહેમાનોની સુવિધા, વર-વધુ માટેની વ્યવસ્થા, સમાજના આગેવાનોનું માર્ગદર્શન અને સ્વાગત વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર સુચિંતિત આયોજન કરવામાં આવ્યું.

સમાજના આગેવાનો દ્વારા યુવાનોને જવાબદારીપૂર્વક સેવા કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી. સમૂહ લગ્ન માત્ર આર્થિક રીતે સહાયરૂપ કાર્યક્રમ નથી, પરંતુ સામાજિક સમરસતા અને સંસ્કારનો જીવંત ઉદાહરણ છે – તેવો સંદેશ મીટિંગમાં પ્રતિબિંબિત થયો.

દાનભેટ અને સહયોગનો ઉમદા પ્રતિસાદ

કરકથલ ગામના સમાજબંધીયોએ ઉત્સાહપૂર્વક દાનભેટ તેમજ રોકડ સહાય આપી સમાજની એકતા અને સેવાભાવને મજબૂત બનાવ્યો છે. વસ્તી પંચ દ્વારા પણ ખૂબ સરસ આયોજન અને દાતાશ્રીઓના સન્માન સાથે સહયોગ મેળવવામાં આવ્યો. સમાજના દરેક વર્ગે દિલથી સહભાગી બની આ પવિત્ર કાર્યને સફળ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

ગમનપુરા ખાતે યોજાનાર ભવ્ય સમૂહ લગ્ન

આ 29મા સમૂહ લગ્નોત્સવનું આયોજન જય ગોગા, ગમનપુરા ગામે યોજાનાર છે. ગમનપુરા વસ્તી પંચ અને ત્યાંના સમાજજનોને પણ આ પવિત્ર સામાજિક કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા. સમગ્ર વિસ્તારના સમાજમાં આ આયોજનને લઈને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે.

 

સમૂહ લગ્નોત્સવ સમાજ માટે ગૌરવનો વિષય છે – જ્યાં સંસ્કાર, સમરસતા અને સહકાર એકસાથે ઉજવાય છે. કરકથલ ગામે યોજાયેલી આ મીટિંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે સમાજ એકતાથી આગળ વધે તો વિકાસના નવા શિખરો સર કરી શકે છે.

Related posts

અમદાવાદીઓની આંતુરતાનો અંત, આવતીકાલે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે અટલ ફુટ બ્રિજનું થશે ઇ લોકાર્પણ

Dharmistha Parmar

વિડીયો ગેમ રમવાની લત 12 વર્ષના જયનેશને મોત સુધી લઈ ગઈ, વલસાડનો કિસ્સો..

Dharmistha Parmar

વટવા વિસ્તારમાં પોલીસના નાક નીચે જ વેચાઈ રહ્યો છે દારૂ…

Admin

Leave a Comment