Nation 1 News
ગામની વાત

બેતાલીસ રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

બેતાલીસ રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

બેતાલીસ રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે મહેસાણા ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એ ભાગ લીધો હતો.

વિગતો એવી છે કે શ્રી બેતાલીસ રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા સતત ૨૩ વર્ષથી કરવામાં આવતા ભગીરથ કાર્ય નો આ વર્ષે પણ મહેસાણા ના ડૉ આંબેડકર ભવન ખાતે નવનિયુક્ત સરકારી કર્મચારી/અધિકારી, વયનિવૃત કર્મચારી/અધિકારીશ્રી ઓના સમ્માન સમારંભ તથા ધોરણ ૧૦/૧૨ અને ઉચ્ચ અભ્યાસ માં સારા માર્ક્સ લાવી સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલા ઓનાં ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મંગળભાઇ એન ચાવડા (નિવૃત્ત ટીડીઓ) સાથે શ્રી બેતાલીસ રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટ ની ટીમ તથા સમસ્ત શ્રી બેતાલીસ ગોળ રોહિત સમાજના લોકોએ અથાગ મહેનત કરી હતી. સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

Related posts

વટવા વિસ્તારમાં અડધી રાત્રે દૂધ ના મળે પણ દારૂ જરૂર મળે !

Admin

વિજ્ઞાન લોહી બનાવવામાં હજૂ સફળ થયું નથી કે કોઈ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન કરી શકાયું નથી

Admin

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની ધરા પર પહોંચ્યા

Admin

Leave a Comment