Nation 1 News
હેલ્થ

અમદાવાદ પોલીસને તમારા સ્વાસ્થ્યની ચિંતા પણ છે.. જુઓ નરોડા પોલીસે તેનો બોલતો પુરાવો આપ્યો..

અમદાવાદ પોલીસને તમારા સ્વાસ્થ્યની ચિંતા પણ છે.. જુઓ નરોડા પોલીસે તેનો બોલતો પુરાવો આપ્યો..

સ્વતંત્રતા દિવસે નરોડા પોલીસે કંઈ એવું કર્યું કે સિનિયર સિટીઝનો થઈ ગયા ખુશખુશાલ…

સીનીયર સીટીઝનનુ મેડીકલ ચેકઅપ કરાવી દેશના ૭૭ મા સ્વાતંત્ર્ય દિવસને યાદગાર બનાવતી નરોડા પોલીસ

સ્વતંત્રતા દિવસે નરોડા પોલીસે સીનીયર સીટીઝનનુ મેડીકલ ચેકઅપ કરાવી દેશના ૭૭ મા સ્વાતંત્ર્ય દિવસને યાદગાર બનાવી દીધો હતો.. નરોડા પોલીસે પોતાના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.. પોલીસની આ કામગીરીને લોકોએ પણ વખાણી હતી..

સ્વતંત્ર ભારતના ૭૭ મા સ્વાતંત્ર દિવસની જ્યારે સમગ્ર દેશમા ઠેર ઠેર ઉજવણી થઇ રહેલ છે ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, સેકટર – ર તથા નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ
ઝોન- ૪ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર નાઓના માર્ગદર્શન હેઠળ નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી તથા સી.ટીમ ના માણસોએ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા નાઓની આગેવાની હેઠળ નવી વિચારધારા સાથે ઉજવણી કરી હતી.

સ્વાતંત્રદિનની ઉજવણી નિમિત્તે સ્વ સર્જન ફાઉન્ડેશનની ટીમ તથા ડોકટર વિશાલ પટેલ અને નરોડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ રજીસ્‍ટર થયેલ સીનીયર સીટીઝનોના ઘરે જઇને તપાસ કરવામા આવી હતી.


નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટીયા, સ્વ સર્જન ફાઉન્ડેશન તેમજ ડોકટર વિશાલ પટેલ દ્વારા સંપુર્ણ |
બોડી ચેકઅપનો કેમ્પ ગોઠવવામાં આવેલ હતો. જેમા બ્લડ સુગર ટેસ્ટ,હાર્ટ ચેકઅપ,થાઇરોઇડ ચેકઅપ,ન્યુટ્રીશન, ફીઝીયોથેરપી કન્સલ્ટીંગ સહિતના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામા આવ્યા હતા.

Related posts

આંખો આવે તો શું કરવું…પહેલા આ વાંચી લો નહીં તો આંખો ગઇ કામથી….

Admin

દલિત અસ્મિતા સંમ્મેલન ન યોજાય તે માટે કોણ લગાવી રહ્યું છે જોર  ! 

Admin

વિજ્ઞાન લોહી બનાવવામાં હજૂ સફળ થયું નથી કે કોઈ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન કરી શકાયું નથી

Admin

Leave a Comment