Nation 1 News
દેશ-વિદેશધર્મ

જય પરશુરામ, ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ફરસી દીક્ષાનું આયોજન

  • ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ફરસી દીક્ષાનું આયોજન
  • સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ફરસી દીક્ષા અપાશે
  • સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી યજ્ઞેશ દવેનું સન્માન
  • ગાંધીનગર બ્રાહ્મણ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેશે

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર દ્વારા આગામી ૨૪ના સપ્ટેમ્બરના રોજ સાંજે સેક્ટર-૧૬ના રંગમંચ ખાતે ગાંધીનગરના ઈતિહાસમાં સર્વ પ્રથમ વાર ભવ્ય ફરસીદીક્ષાનું આયોજન કરાયું છે.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી યજ્ઞેશભાઇ દવે કે જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી મંદિરના ટ્રસ્ટી તરીકેની નિમણૂક આપવામાં આવી, તે બદલ યજ્ઞેશભાઇ દવેનો સન્માન સમારોહ યોજાશે.

ફરસી દીક્ષા કાર્યક્રમના મુખ્ય સમારોહ અધ્યક્ષ તરીકે ભરતભાઈ રાવલ (પ્રદેશ પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ), મુખ્ય મહેમાન તરીકે હિતેશભાઈ મકવાણા ( મેયર ગાંધીનગર), દિપક પ્રાગટ્ય – ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી એડવોકેટ, મુખ્ય સંગઠક( શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા), દિનેશભાઈ રાવલ – પ્રદેશ પ્રવક્તા (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા), માલવભાઈ પંડિત – યુવા અધ્યક્ષ (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા), અતિથિ વિશેષ તરીકે રામભાઈ મોકરીયા રાજ્યસભાના સભ્યશ્રી, રંજનબેન ભટ્ટ રાજ્ય સભાના સભ્યશ્રી, આલોક કુમાર પાંડે (આઈ.એ.એસ. મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટુરીઝમ), રુચિર ભટ્ટ (ગાંધીનગર શહેર યુવા પ્રમુખ ભાજપ) ભાર્ગવભાઈ ભટ્ટ (ભાજપ પ્રદેશ મહામંત્રી) જાનવીબેન વ્યાસ (ભાજપ મહિલા પાંખના પ્રદેશ મહામંત્રી અને વડોદરા પ્રભારી) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


કાર્યક્રમમાં મનનભાઈ શાસ્ત્રી (એસ્ટ્રોલોજર એન્ડ કર્મકાંડ) દ્વારા ફરસી પૂજન કરાવાશે. આ કાર્યક્રમમાં દાતા તરીકે કિરીટભાઈ રમણલાલ ઉપાધ્યાય કોલવડા (ફરશી દાતા), નાજાભાઈ ધાધર (ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ), અને બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ (ભાજપ યુવાને નેતા – ફરસી દાતા) અને અન્ય દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનું ભવ્ય આયોજન ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી (એડવોકેટ મુખ્ય સંગઠક) અને સુનિલભાઈ ત્રિવેદી પ્રમુખ (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર શહેર અને જિલ્લા) અને જીગ્નેશભાઈ રાવલ યુવા પ્રમુખ (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ગાંધીનગરના સર્વે હોદ્દેદારોના અથાગ પ્રયત્નો દ્વારા આ ફરસી દીક્ષાના સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગાંધીનગરના બ્રાહ્મણ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેશે તથા નગરના સામાજીક અને રાજકીય આગેવાનો, કાર્યકરો, અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે.

Related posts

15 August 2023 આજનું રાશિફળ : આજે મેષ અને વૃષભ રાશિને મળશે સારા સમાચાર, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

Admin

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાણતા કે અજાણતા કાચું કાપ્યું, બિલાડીને દૂધની રખેવાળી સોંપી

Admin

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના આ ઉમેદવારની છે વાહ વાહ, જાણો કોણ છે આ ઉમેદવાર

Admin

Leave a Comment