Nation 1 News
ક્રાઈમ

પૂજાબેન પટેલ પાંચ હજારની લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદના મેમનગર ખાતે આવેલી પોલિટેકનિક કોલેજમાં સબ રજીસ્ટાર કચેરીના ક્લાસ વર્ગ-૩ના મહિલા અધિકારી પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે પુજા પટેલ નામના મહિલા અધિકારીની એસીબીની ટીમે ધરપકડ કરી છે

આ અંગેની વિગતો એવી છે કે આ કેસના ફરિયાદીએ સબ રજિસ્ટ્રાર કચેરી, પોલીટેકનિક કમ્પાઉન્ડ, મેમનગર, અમદાવાદ ખાતે દસ્તાવેજોની નકલો મેળવવા માટે અરજી કરીને કાયદેસરની ફી ભરેલી હતી. જે દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો આપવા માટે આરોપીએ ફરિયાદી પાસે રૂ. ૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂ.૭,૦૦૦/- આપવાના નક્કી થયેલ હતા જે પૈકી ફરિયાદીએ રૂ.૨૦૦૦/- ગઈ કાલ તા.૧૬.૦૬.૨૦૨૨ ના રોજ આરોપીને આપ્યા હતા. બાકીના રૂ ૫૦૦૦/- ની લાંચ આપવાનો આજરોજ વાયદો કર્યો હતો. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી.

ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ ફરીયાદી સાથે પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 

Related posts

સુરતના સરથાણા વિસ્તારની ઘટના નકલી સીબીઆઈ ઓફિસર બની એજન્ટનું અપહરણ કર્યું

Nation1news

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ

Admin

રાજકોટમાંથી ઝડપાયા ત્રણ મોટા આતંકવાદી, જાણો કેવી રીતે રહેતા અને શું કરતા હતા…

Admin

Leave a Comment