Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમ

કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી કરતો હતો દારૂની હેરાફેરી, પણ સરખેજ પોલીસે દબોચી લીધો

અમદાવાદ: સરખેજ પોલીસે રૂ. 4.47 લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગરને ઝડપ્યો

i10 કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી લવાતો હતો જથ્થો

અમદાવાદ:
શહેરના પશ્ચિમ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સરખેજ પોલીસની સર્વેલન્સ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં દારૂનો જથ્થો છુપાવીને પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે એસ.પી. રિંગ રોડ પર બાઈકર્સ કેફે સામે સર્વિસ રોડ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક સફેદ રંગની i10 કાર અટકાવવામાં આવી હતી, જેમાં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી 456 બોટલ તથા ટીન મળી આવ્યા હતા.


પકડાયેલ આરોપી:
પોલીસે સ્થળ પરથી શાંતિલાલ હેમચંદ્રજી ચૌધરી (ઉં.વ. 35) નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી ઘાટલોડિયા વિસ્તારનો રહેવાસી છે અને મૂળ રાજસ્થાનનો વતની છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉદયપુરથી દારૂનો જથ્થો લાવ્યો હતો અને પકડાય ન જાય તે માટે કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી.

કબ્જે કરેલ મુદ્દામાલ:
* વિદેશી દારૂ અને બીયરનો જથ્થો: રૂ. 1,95,936/-
* સફેદ રંગની i10 કાર: રૂ. 2,50,000/-
* મોબાઈલ ફોન નંગ-01: રૂ. 2,000/-
* કુલ મુદ્દામાલ: રૂ. 4,47,936/-

પોલીસ ટીમની કામગીરી:

આ સમગ્ર ઓપરેશન સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.આર. બોળીયા અને તેમની સર્વેલન્સ ટીમે પાર પાડ્યું છે. પકડાયેલા આરોપી શાંતિલાલ સામે અગાઉ વર્ષ 2018માં સોલા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

 

Related posts

ચાર ચાર બંગડી ફેમ વીરો વીરલ રિવોલ્વર સાથે દેખાયો, વિડીયો વાયરલ

Admin

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ

Admin

પૂજાબેન પટેલ પાંચ હજારની લાંચ લેતાં ઝડપાયા

Admin

1 comment

Admin April 5, 2026 at 11:31 pm

#AhmedabadPolice #SarkhejPolice #LiquorSeized #CrimeNews #GujaratProhibition #Nation1News

Reply

Leave a Comment