Nation 1 News
BREAKING NEWS
ગામની વાત

વિરમગામના રામપુરા(ભંકોડા) ગામે ચુંવાળ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માતા રમાબાઈ શિક્ષણ પથ યોજના કાર્યક્રમનુ આયોજન

વિરમગામના રામપુરા(ભંકોડા) ગામે ચુંવાળ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માતા રમાબાઈ શિક્ષણ પથ યોજના કાર્યક્રમનુ આયોજન

વિરમગામના રામપુરા(ભંકોડા) ગામે ચુંવાળ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માતા રમાબાઈ શિક્ષણ પથ યોજના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

વિગતો એવી છે કે વિરમગામના રામપુરા(ભંકોડા) ગામે ચુંવાળ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માતા રમાબાઈ શિક્ષણ પથ યોજના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સરકાર દ્વારા લેવામાં આવતી જુદી સ્કોલરશીપ માટેની પરીક્ષા અને જવાહર નવોદય વિદ્યાલય, બાલાચડી સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ચુંવાળ પરગણા રોહિત સમાજના બાળકો ઉત્કૃષ્ટ દેખાવ કરી સફળતા પ્રાપ્ત કરી શકે એ માટેની પૂર્વ તૈયારીનો હતો.

આ કાર્યક્રમમાં બાળકોએ મોટી સંખ્યામાં ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને બાળકો નો ઉત્સાહ ટકી રહે અને પ્રોત્સાહન મળે એ માટે ચુંવાળ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.

 

Related posts

મોદીએ કહ્યું કચ્છના ભુકંપ પછી અમે પહેલી દીવાળી ઉજવી ન હતી

Admin

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની ધરા પર પહોંચ્યા

Admin

અમદાવાદના કોર્પોરેટર નિકુલસિંહ તોમરને સો સો સલામ, જાણો કેમ ભર તડકામાં પહોંચ્યા ગંદકી વચ્ચે….

Admin

Leave a Comment