Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમ

સસ્તા મોબાઈલની લાલચ પડી શકે છે ભારે: અમદાવાદ પોલીસની જાહેર ચેતવણી

  • ઝોન-૪ પોલીસે ૩૯૫ ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા
  • કાલુપુર સ્ટેશન અને રવિવારી બજાર જેવા વિસ્તારોમાં સસ્તા મોબાઈલ વેચતી ગેંગથી સાવધાન

અમદાવાદમાં જો તમે પણ રસ્તા પરથી કે ભીડભાડ વાળી જગ્યાએથી સસ્તા ભાવે મોબાઈલ ફોન ખરીદવાના શોખીન હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. અમદાવાદ શહેર ઝોન-૪ પોલીસ દ્વારા જનતા માટે એક

અમદાવાદ ઝોન-૪ પોલીસ દ્વારા તાજેતરમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસની અલગ-અલગ ટીમોએ CEIR પોર્ટલની મદદથી કુલ ૩૯૫ જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને તેના અસલી માલિકોને પરત સોંપ્યા છે.

પરંતુ, આ તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. પોલીસને જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકોએ આ મોંઘા મોબાઈલ ફોન કાલુપુર રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રિવરફ્રન્ટ, એલીસબ્રિજ રવિવારી બજાર અને સિવિલ હોસ્પિટલ જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાંથી માત્ર બે થી ત્રણ હજાર રૂપિયામાં ખરીદ્યા હતા.

ચોરીના મોબાઈલ વેચતી ટોળકી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.

  •  તેઓ એવી વાતો કરે છે કે દવાખાના માટે પૈસાની તાત્કાલિક જરૂર છે, એટલે ફોન સસ્તો વેચવો છે.
  •  પછીથી બિલ આપી દઈશું તેવી ખોટી લાલચ આપી લોકોને ફસાવવામાં આવે છે.

પોલીસે જનતાને નમ્ર અપીલ કરી છે કે આવી રીતે છેતરાશો નહીં. જો કોઈ અજાણી વ્યક્તિ રસ્તા પર મોંઘા ફોન સસ્તા ભાવે વેચતી દેખાય, તો તેને ખરીદવાને બદલે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. કારણ કે સસ્તાની લાલચ તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે.

 

Related posts

શુ તમારા સંતાનને વડોદરાની પારૂલ યુનિવસીર્ટીમાં ભણવા મુકવાના છો ?..તો પહેલા આ સમાચાર વાંચી લેજો…નહી તો પછતાશો..

Admin

વોટસઅપ ગ્રુપમાં અશ્લીલ ફોટા અને મોર્ફ કરેલ તસવીરો મોકલી બદનામ કરવાનું કાવતરું, શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Admin

સુરતના સરથાણા વિસ્તારની ઘટના નકલી સીબીઆઈ ઓફિસર બની એજન્ટનું અપહરણ કર્યું

Nation1news

Leave a Comment