આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ૨૦૨૬ની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટર શ્રી પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.”
કલેકટરે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને અત્યાર સુધી થયેલી તમામ કામગીરીનો તાગ મેળવ્યો હતો.
બેઠકમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા સતત અને ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવે.
જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો તેમજ ઝોનલ રૂટની વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરે શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં EVM નિદર્શન કરવા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે ‘સ્વીપ’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો વેગવંતા બનાવવા આદેશ આપ્યો છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનિ અને નિવાસી અધિક કલેકટર એસ.એમ. કાથડ સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.”
આમ, જામનગર જિલ્લા વહીવટી તંત્ર ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો અમારા સમાચાર.
