Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમ

અશ્લીલ ફોટા મોકલી બદનામ કરનાર આરોપી મુકેશ ઉપાધ્યાયની ધરપકડ; મોબાઈલ અને સિમકાર્ડ FSLમાં મોકલાયા

અમદાવાદના શાહીબાગ પોલીસ મથકે નોંધાયેલ ‘શીખવાલ બ્રાહ્મણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ ના હોદ્દેદારોને અશ્લીલ ફોટા મોકલી બદનામ કરવાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કેસના મુખ્ય આરોપી મુકેશ ઉપાધ્યાયની પોલીસે ધરપકડ કરી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ સહિતના પુરાવા પણ કબજે કર્યા છે.


આરોપીની ધરપકડ
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા FIR નંબર 11191031260126/2026 ના ગુનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી મુકેશ પિતા ડુંગરમલ શંકરલાલ ઉપાધ્યાય (ઉ.વ. ૩૪, રહે. ચાંદખેડા) ની ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૩૦ વાગ્યે ધરપકડ કરી છે.

​ગુનાની કલમો
આરોપી વિરુદ્ધ આઈટી એક્ટની કલમ ૬૬(E), ૬૭(A) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૯૬(B) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

​મુદ્દામાલ જપ્ત
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન અને સિમકાર્ડ બંને જપ્ત કરવામાં આવ્યા છે.

​ફોરેન્સિક તપાસ
જપ્ત કરાયેલા મોબાઈલમાંથી ડિલીટ કરાયેલો ડેટા અને મોર્ફ કરેલા ફોટાઓના વધુ પુરાવા મેળવવા માટે પોલીસ દ્વારા મોબાઈલને એફએસએલ (Forensic Science Laboratory) માં તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, માધુપુરાના વેપારી દિલખુશ જગદિશચંદ્ર શર્માએ આ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીએ તેમને અને તેમના મિત્રને અશ્લીલ ફોટા મોકલી સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે ટાર્ગેટ કર્યા છે કે કેમ. હાલમાં આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.

 

 

Related posts

વિડીયો ગેમ રમવાની લત 12 વર્ષના જયનેશને મોત સુધી લઈ ગઈ, વલસાડનો કિસ્સો..

Dharmistha Parmar

રાજસ્થાનના લક્ષ્મણ અને પિન્ટુને નરોડા પોલીસે પકડ્યા,કારનામા વાંચીને તમે પણ રહી જશો દંગ..

Admin

કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી કરતો હતો દારૂની હેરાફેરી, પણ સરખેજ પોલીસે દબોચી લીધો

Nation1news

Leave a Comment