વટવા વિસ્તારમાં સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવતા તબીબ નિમેશ પ્રજાપતિને બદનામ કરવાનું કાવતરું રચાયું હોવાની અરજી વટવા પોલીસ મથકમાં થઈ છે. અરજીમાં ડોક્ટર નિમેશ પ્રજાપતિએ ઉલ્લેખ કર્યો છે કે એક દૈનિક સમાચારના પત્રકાર દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમની પાસે ખંડણી માંગવામાં આવી રહી છે. જેથી તેમણે આ અરજી કરી છે..
વટવા વિસ્તારમાં સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બહેરામપુરામાં સમભાવ ક્લિનિક ધરાવતા ડોક્ટર નિમેશ પ્રજાપતિએ વટવા પોલીસ મથકમાં અરજી કરી છે. નિમેષ પ્રજાપતિએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે અમો વટવા વિસ્તારમાં સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવીએ છે ગઇ તા 25 જુલાઈ 2023 ના રોજ મનીષાબેન યોગેશભાઈ વાઘેલા નામના દર્દી તેમની હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. મનીષાબેનના નાની ભાણીબેન જાદવ છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટર નિમેશ પ્રજાપતિ ને સારી રીતે ઓળખતા અને પરિચિત છે જેથી તેમની ભલામણથી મનિષાબેન ને સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગાયનેક પ્રોબ્લેમ ના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. મનિષાબેન ને તે પહેલા એલજી હોસ્પિટલમાં પ્રસુતિ થઈ હતી અને બાળકીને જન્મ આપ્યો હતો બાદમાં એલજી હોસ્પિટલના ગાયનેક તબીબોએ મનિષાબેન ના પેશાબના નીચેના ભાગે ટાંકા લીધા હતા. બાદમાં મનિષાબેન ને એલજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી રજા આપ્યા બાદ મનિષાબેન ના ટાંકા તૂટી જતા તેમને ફરીથી એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એલજી હોસ્પિટલના તબીબો એ ફરીથી ટાંકા લીધા હતા પરંતુ મનિષાબેન ના પેશાબ ના ભાગે પૂરું થઈ જતા તેમને ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટર નિમેષ પ્રજાપતિની સ્પર્શ હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડી હતી..
ડોક્ટર નિમેષ પ્રજાપતિએ તાત્કાલિક મનિષાબેનની સારવાર શરૂ કરી દીધી હતી અને દવાઓ અને બોટલો ચડાવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.. મનિષાબેન ની સ્પર્શ હોસ્પિટલમાં આઠેક દિવસ સારવાર ચાલુ હતી મનિષાબેનને દિવસ દરમિયાન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતીઅને રાત્રિના સુમારે તેમને ઘરે મોકલવામાં આવતા હતા. તે દરમિયાન મનિષાબેનના નણંદ મધુબેન કે જેઓ કોઈ અન્ય હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે તે હોસ્પિટલમાં મનીષાબેનના ખબર અંતર આવ્યા હતા અને મનીષાબેનને ઘરે લઇ જવાનું કહ્યું હતું..
ડોક્ટરે મનિષાબેનનું 36,900નું બિલ થયું હોવાનું કહેતા મધુબેને ફાઈલ ની માંગ કરી હતી. તબીબે બીલ ચૂકવ્યા બાદ જ ફાઈલ મળી શકશે તેમ કહેતા મધુબેને અમે બિલ પછી ભરી દઈશું તમે અત્યારે ફાઈલ આપી દો તેમ કહ્યું હતું. પરંતુ ફી ચૂકવ્યા સિવાય ફાઈલ ન આપી શકાય તે માટે ડોક્ટર નિમેષે તેમને ફાઈલના ફોટો પાડવા દીધા હતા એ મધુબેને જે રીતે કહ્યું તે રીતે સહયોગ આપ્યો હતો..
મનીષાબેનને ઘરે લઈ ગયા બાદ સારવાર દરમિયાન કોઈ વાંધો ન ઉઠાવનાર મધુબેન આક્ષેપો કરવા લાગ્યા હતા..તે પછી મનીષાબેનના સાસરિયાઓ દ્વારા ડોક્ટર નિમેષ પ્રજાપતિને એક પત્રકાર દ્વારા ફોન કરાવી ધમકીઓ આપતા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરાયો છે આ ઉપરાંત અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે દૈનિક ના પત્રકાર દ્વારા એન કેન પ્રકારે તબીબને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેમજ અન્ય રીતે તદ્દન પાયા વિહોણા અહેવાલો ચલાવી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે આ અંગે ડોક્ટર નિમેશ પ્રજાપતિએ વટવા પોલીસ મથકમાં અરજી કરી છે..