Nation 1 News
BREAKING NEWS
ગામની વાતદેશ-વિદેશબ્રેકીંગ ન્યૂઝ

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો ડૂબ્યાં

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો ડૂબ્યાં


મોરબીનો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, તે સમયે ત્યાં સહેલાણીઓ હાજર હતા અને અંદાજે 400થી વધુ લોકો નદીમાં ડૂબ્યાં છે.

શહેરનો જગવિખ્યાત ઝૂલતો પુલ તૂટ્યો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ઝૂલતો પુલ પર રહેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે.

share

 

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.

ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?

ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

Related posts

સુરતના સરથાણા વિસ્તારની ઘટના નકલી સીબીઆઈ ઓફિસર બની એજન્ટનું અપહરણ કર્યું

Nation1news

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના આ ઉમેદવારની છે વાહ વાહ, જાણો કોણ છે આ ઉમેદવાર

Admin

લેપટોપ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા લેપટોપ માટે 1.50 લાખની સહાય

Dharmistha Parmar

Leave a Comment