Saturday, May, 21, 2022 9:49 pm
Nation 1 News
BREAKING NEWS
ઉધોગ જગત એક્સકલુઝિવ સ્ટોરી ક્રાઈમ ગામની વાત ટેકનોલોજી દેશ-વિદેશ બ્રેકીંગ ન્યૂઝ મનોરંજન રાજનીતિ હેલ્થ

આયોજન: અમદાવાદમાં GTU દ્વારા એકેડેમિક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ, વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તરફ આકર્ષિત થશે

અમદાવાદએક કલાક પહેલા

કૉપી લિંક5 થીમ પર કરવામાં આવેલ પેનલ ડિસ્કશનમાં એકેડમીક અને ઈન્ડસ્ટ્રીઝના 50 તજજ્ઞો જોડાયા

વર્તમાન સમયમાં ટેક્નોલોજી અને ટેક્નોક્રેટ્સે સમન્વય સાંધીને કાર્યરત રહેવું અતિ આવશ્યક છે. જેના થકી ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત જરૂરીયાતો પૂરી કરવામાં સરળતા રહે છે. ટેક્નોકેટ્સ પણ આ પ્રણાલીથી અવગત થાય અને તેને અનુસરે તે હેતુસર, તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ -2022નું આયોજન કરવામાં આવ્યું હતું.

પેનલ મેમ્બર્સ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવીઆ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,નવીનત્તમ ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને હરહંમેશ અવગત રહેવું અનિવાર્ય છે. આ પ્રકારની એકેડમીક મીટ ટેક્નોક્રેટ્સ અને ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે સાકારાત્મક સેતુનું કાર્ય કરે છે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગવંતુ બનાવશે. જુદી જુદી 5 થીમ જેવી કે,કરીક્યુલમ રીવીજન બેઈઝ્ડ ઓન ઈન્ડસ્ટ્રીયલ નિડ્સ એન્ડ ગ્લોબલ સ્ટાન્ડર્ડ,એજ્યુકેશન 4.0,ક્વાલિટી રીસર્ચ,ઈનોવેશન એન્ડ પેટન્ટ કલ્ચર,ઈનોનેટીવ ઈનીશીયેટીવ ઈન ટેક્નિકલ એજ્યુકેશન અને બેસ્ટ પ્રેક્ટિસ એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ ટુ ટીચર્સ પર પેનલ મેમ્બર્સ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રીસર્ચ અને ઈનોવેશન પર વધુ ભાર મૂકવામાં આવશે

રીસર્ચ અને ઈનોવેશન પર વધુ ભાર મૂકવામાં આવશે

ઈન્ટર્નશીપ જેવા મુદ્દાઓ પર પેનાલિસ્ટે માર્ગદર્શન આપ્યુંજેના સાર સ્વરૂપે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં દર્શાવ્યા મુજબ, સ્કીલ બેઈઝ્ડ ટેક્નિકલ શિક્ષણ પૂરૂં પાડવા માટે બોર્ડ ઑફ સ્ટડીઝમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સપર્ટની નિમણૂક દરેક સંસ્થાએ કરવી જોઈએ. જેના થકી ઈન્ડસ્ટ્રીઝની માંગ અને જરૂરીયાત સંબધીત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ પણ અવગત થાય . ઉપરાંત ફેકલ્ટીઝને પણ સમયાંતરે ઈન્ડસ્ટ્રીઝની અદ્યતન ટેક્નોલોજીની ટ્રેનિંગ મળતી રહેવી જોઈએ.જેનાથી વિદ્યાર્થીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપી શકાય. રીસર્ચ અને ઈનોવેશન પર વધુ ભાર મૂકવામાં આવે તથા શૈક્ષણીક વર્ષ દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટર્નશીપ જેવા મહત્વના મુદ્દાઓ પર પેનાલિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્કીલ બેઈઝ્ડ ટેક્નોક્રેટ રીસર્ચ અને ઈનોવેશનમાં સવિશેષ યોગદાન આપી શકશે

સ્કીલ બેઈઝ્ડ ટેક્નોક્રેટ રીસર્ચ અને ઈનોવેશનમાં સવિશેષ યોગદાન આપી શકશે

વૈશ્વિક ધારાધોરણ આધારીત ઈન્ડસ્ટ્રીઝની માંગ પુરી કરી શકાશેજેનાથી આગામી દિવસોમાં વૈશ્વિક ધારાધોરણ આધારીત ઈન્ડસ્ટ્રીઝની માંગને પૂરી કરી શકાશે. સ્કીલ બેઈઝ્ડ ટેક્નોક્રેટ રીસર્ચ અને ઈનોવેશનમાં સવિશેષ યોગદાન આપી શકશે. ઉદ્યોગસાહસીકત્તા માટે વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તરફ આકર્ષિત થશે. જે તેઓના પ્લેસમેન્ટ સંબધીત પણ ફાયદાકારક નિવડશે. વિશેષમાં આ પ્રસંગે સાયબર સિક્યોરીટી , મોબાઈલ એપ્લિકેશન અને વેબ તથા ક્લાઉડ સિક્યોરીટી અને તેના રીસર્ચ અર્થે જીટીયુ ખાતે વલ્નરેબિલિટી એન્ડ પેનેટ્રેશન ટેસ્ટીંગ લેબોરેટરીઝનું ઉદ્ધાટન જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને બીઓજી મેમ્બર ઉત્કર્ષ ભંડારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related posts

શિક્ષણમંત્રીનું નિવેદન: રાજકોટમાં વાઘાણીએ કટાક્ષમાં કહ્યું- કોણ યુવરાજસિંહ? કાયદો બધા નાગરિકને લાગુ પડે, પહેલા તો બાવડુ પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી

cradmin

ભાડાની લાલચ ભારે પડી: અતુલ બ્રિજથી પાસેથી ટ્રકમાંથી નડિયાદ લઈ જવાતો 46 બોટલ દારૂ ઝડપાયો, રૂ. 5 હજારનું ભાડું ડ્રાઇવર અને ક્લિનરને મોંઘું પડ્યું

cradmin

પાણીના પ્રશ્નો માટે હેલ્પલાઇનની સુવિધા: કચ્છ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા નિવારણના હેતુસર ભુજ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

cradmin

Leave a Comment