Saturday, May, 21, 2022 9:54 pm
Nation 1 News
BREAKING NEWS
ઉધોગ જગત એક્સકલુઝિવ સ્ટોરી ક્રાઈમ ગામની વાત ટેકનોલોજી દેશ-વિદેશ મનોરંજન રાજનીતિ હેલ્થ

એકને વિદાય બીજાને આવકાર: ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લાના પૂર્વ પોલીસ વડાનો વિદાય તથા નવનિયુક્ત પોલીસ વડાનો આવકાર સમારંભ યોજાયો

Gujarati NewsLocalGujaratBharuchFarewell Of Former District Police Chief And Welcome Ceremony Of Newly Appointed Police Chief Was Held At Bharuch Police Headquarters.

ભરૂચએક કલાક પહેલા

કૉપી લિંકનવનિયુક્ત પોલીસ વડા ડો. લીના પાટીલને પોલીસ બેડાએ આવકાર આપ્યોઆર.વી.ચુડાસમાનું સન્માન કરી સ્મૃતિભેટ અર્પણ કરી વિદાય આપવામાં આવી

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવનિયુક્ત પોલીસ વડા ડો. લીના પાટીલનો આવકાર તથા પૂર્વ પોલીસ વડા આર.વી.ચુડાસમાનો વિદાય સમારંભ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયો હતો.

છેલ્લા ૩ વર્ષ ઉપરાંતથી ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળતા આર.વી.ચુડાસમાની વડોદરા ખાતે બદલી થઈ હતી. તેમજ પંચમહાલનાં પોલીસ વડા ડો. લીના પાટીલની ભરૂચ SP તરીકે બદલી કરાતાં ગઈકાલે મંગળવારે પોલીસ હેડક્વાટર ખાતે વિદાય તથા આવકાર સમારંભ યોજાયો હતો. જિલ્લાના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા ડી. લીના પાટીલને પોલીસ બેડા દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.

તો બીજી તરફ વિદાય લેતા પોલીસ વડાના કાર્યકાળ દરમિયાનની સિદ્ધિઓને બિરદાવી તેમનું સન્માન કરી સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. વિવિધ એસોસિએશન દ્વારા પણ જિલ્લા પોલીસ વડાનું સન્માન કરાયું હતું. આ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાની સુરત ખાતે બદલી થતા તેમને પણ સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ NGOના પ્રતિનિધિ તથા પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related posts

આયોજન: અમદાવાદમાં GTU દ્વારા એકેડેમિક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ, વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તરફ આકર્ષિત થશે

cradmin

ભાજપ સ્થાપના દિનની ઉજવણી: ભરૂચમાં જંબુસર તાલુકાના અણખી ખાતેથી ભાજપ યુવા મોરચા દ્વારા ચાર દિવસીય બાઈક રેલીનો પ્રારંભ કર્યો

cradmin

માંગ: રાજકોટ જિલ્લા દૂધ સહકારી સંઘના ચેરમેને કેન્દ્રીય ડેરી મંત્રી રૂપાલાને શહેરમાં પનીર બનાવવાના પ્લાન્ટને મંજૂરી આપવા રજૂઆત કરી

cradmin

Leave a Comment