Saturday, May, 21, 2022 8:54 pm
Nation 1 News
BREAKING NEWS
ઉધોગ જગત એક્સકલુઝિવ સ્ટોરી ક્રાઈમ ગામની વાત ટેકનોલોજી દેશ-વિદેશ મનોરંજન રાજનીતિ હેલ્થ

પરિવાર સાથે મિલન: રાજકોટના કોઠારીયાનો સાત વર્ષનો બાળક અભ્યાસ ન કરવો હોવાથી ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચી ગયો

જુનાગઢએક કલાક પહેલા

કૉપી લિંકજૂનાગઢ પોલીસે સોશિયલ મીડીયાના માધ્યમ થકી બાળકના વાલીઓનો સંપર્ક કરી મિલન કરાવ્યુ

રાજકોટ નજીકના કોઠારીયામાં રહેતો સાત વર્ષનો બાળક અભ્યાસ કરવો ન હોવાથી અને શિક્ષકની બીકથી ઘરેથી નીકળી ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચી ગયો હતો. અહીં બાળક શંકાસ્પદ હાલતમાં ફરતો જોવા મળતા સામાજીક કાર્યકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના વાલીઓનો સંપર્ક કરી જૂનાગઢ બોલાવી મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના મજેવડી દરવાજા નજીક સાતેક વર્ષનો બાળક શંકાસ્પદ હાલતમાં હરતો ફરતો હોય જેના પર ઇકો કાર ચલાવતા ઇકો ચાલક સમીરભાઈ કાદરી તથા સામાજિક આગેવાન ઝાકીરભાઈ કુરેશીનું ધ્યાન ગયુ હતુ. બાદમાં અગ્રણી આ બાળકને ડીવાયએસપી કચેરીએ લઈને પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બાળકને તેના ઘરનું સરનામું અને વાલીના નામ પુછતા તો તે રાજકોટ હોવાનું જ માત્ર જણાવતો હતો. જેથી જૂનાગઢ પોલીસે રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરતા માલવિયાનગર કે તાલુકા સહિતના પોલીસ સ્ટેશનોમાં કોઈ બાળક ગુમ થયા અંગે કોઈ જાણ ન હતી. જેથી પોલીસ માટે તેના માતાપિતાનો પતો મેળવવા મુંઝવણમાં મુકાઈ હતી.

ડીવાયસેસપી પ્રદીપસિંહ જાડેજાએ સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર બાળકનો ફોટો મુકવાની સાથે સામાજીક આગેવાનોની મદદ લીધી હતી. જેના થકી બાળક રાજકોટના કોઠારીયા સોલ્વટ પાસે આવેલા મરછો નગરમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના રહેવાસી અને મજૂરી કરતા ધર્મેન્દ્રભાઈ મેપાલાલ રાજપુતનો પુત્ર આર્યન ઉર્ફે લક્કી હોવાનું જાણવા મળ્યું હતુ.

બાદમાં પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કરી તેમના પુત્ર અત્રે હોવાની જાણ કરી હતી. જેથી તેઓ બંન્ને જૂનાગઢ આવતા પોલીસ અધિકારીએ માતા-પિતાનું બાળક સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ત્યારબાદ બાળક અત્રે શું કામ આવ્યો તે અંગે પૂછતા તેને અભ્યાસ કરવો ન હોવાથી અને શાળાએ શિક્ષકની બીક હોવાથી પોતે ટ્રકમાં બેસી જૂનાગઢ આવી ગયાનુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે…

Related posts

ભાડાની લાલચ ભારે પડી: અતુલ બ્રિજથી પાસેથી ટ્રકમાંથી નડિયાદ લઈ જવાતો 46 બોટલ દારૂ ઝડપાયો, રૂ. 5 હજારનું ભાડું ડ્રાઇવર અને ક્લિનરને મોંઘું પડ્યું

cradmin

સચીન ગેસ લીકેજ કાંડ: સચિન જીઆઈડીસીમાં ટેન્કર ઠાલવતાં સર્જાયેલા ગેસકાંડમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ સામે ગુનો દાખલ થયો

cradmin

આયોજન: અમદાવાદમાં GTU દ્વારા એકેડેમિક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ, વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તરફ આકર્ષિત થશે

cradmin

Leave a Comment