Gujarati NewsLocalGujaratValsad46 Bottles Of Liquor Were Seized From A Truck Near Atul Bridge In Nadiad. The Fare Of Rs 5,000 Cost The Driver And The Cleaner Dearly
વલસાડએક કલાક પહેલા
કૉપી લિંકસુરત રેન્જ IGની ઓપરેશન ગ્રુપની ટીમનું વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગઓપરેશન ગ્રુપની ટીમે દારૂના જથ્થા સાથે 52.92 લાખ મુદ્દામાલ કબજે કર્યોવલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
સુરત રેન્જ આઇજીના ઓપરેશન ગ્રુપની ટીમે વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે GJ-07-YZ-9425માં ડ્રાઇવર કેબીનમાં દારૂનો જથ્થો ભરી ટ્રક ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે અતુલ બ્રિજ પાસે ઓપરેશન ગ્રુપની ટીમે નાકાબંધી ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતાં ડ્રાયવર કેબિનમાંથી 46 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ટ્રકના ચાલક દિનેશ અંબાલાલ સોલંકી અને ક્લિનર રમેશ પુનમભાઈ ઝાલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઓપરેશન ગ્રુપની ટીમે કુલ રૂ. 51.92 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે પારડીથી નડિયાદ સુધી દારૂનો જથ્થો પહોંચાડવાનું રૂ. 5 હજાર ભાડું નક્કી કર્યું હતું. જેને લીધે ટ્રક અને અન્ય માલ સામાન મળી કુલ 52.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત રેન્જ IGની ઓપરેશન ગ્રુપની ટીમ વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરી રહી હતી. જે દરમિયાન ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી બાતમીના આધારે અતુલ બ્રિજ પાસે એક ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકની ડ્રાયવર કેબિનમાં ચેક કરતા 2 થેલામાંથી 46 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે 52.92 લાખનો મુદ્દામાલ સુરત ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ટ્રક ચાલક પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પારડીથી નડિયાદના નરસંડા સુધી 46 બોટલ દારૂનો જથ્થો પહોંચાડવાના ભાડું રૂ. 5 હજાર નક્કી કરાયું હતું એમ જણાવ્યું હતું. ઓપરેશન ગ્રુપની ટીમે રાકેશ નામના ઈસમ અને નડિયાદ ખાતે રહેતો ચિરાગ કોટાડીયાને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…