રાજકોટએક કલાક પહેલા
વાતો, ચર્ચા અને કોઈના સાંભળેલા પરથી નરેશ પટેલ વિશે મારે વાત કરવી અયોગ્ય
રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. આજે મનપા દ્વારા વોર્ડ નંબર 7માં રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર અને રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં યુવાનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડને લઈને મીડિયાએ કરેલા સવાલના જવાબમાં જિતુ વાઘાણીએ કટાક્ષમાં કહ્યું હતું કે, કોણ યુવરાજસિંહ? કાયદો બધા નાગરિક માટે લાગુ પડે છે, પહેલા તો બાવડુ પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી.
રાજ્યમાં પરીક્ષા લેખિત લેવાની શરૂઆત ભાજપે કરીજિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પોતપોતાની રજૂઆત કરવાનું, ધ્યાન દોરવાનો સૌ કોઈને અધિકાર છે. પરંતુ કાયદો હાથમાં લેવાની બાબત હોય તે લોકો, સરકાર અને વ્યવસ્થા માટે યોગ્ય હોતી નથી. કાયદામાં અને તેની મર્યાદામાં સૌ કોઈએ રહેવું જોઇએ એવું હું માનુ છું. રાજ્યમાં પરીક્ષા લેખિત લેવાની શરૂઆત એ ભાજપના શાસનમાં થઈ છે. કોર્પોરેશનમાં, પોલીસમાં, જિલ્લા પંચાયતમાં, સચિવાલયમાં પાવડો પકડીને નોકરીએ આવી જવાનું કોંગ્રેસના શાસનમાં ચાલતું હતું.
આપણે કોઈના બહેકાવામાં ન આવવાની યુવાનોને સલાહજિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કુશળતાપૂર્વકનો વ્યક્તિ અને યુવાન નોકરીએ લાગે એ નરેન્દ્રભાઈએ શરૂઆત કરી. વિદ્યાર્થીઓને કંઇ ન આપવું પડે તેની શરૂઆત કરી. આરોપો અને આક્ષેપો કરવા સહેલા છે. રાજ્યની સરકાર માને છે કે, કોઈ પણ બાબતમાં તથ્યમાં ઉતરીને કોઈ ઘટના બની હોય તો ભવિષ્યમાં ન બને તે માટેની તૈયારી છે. હું યુવાનોને પણ કહું છું કે, આપણે કોઈના બહેકાવામાં ન આવીએ. સ્થિતિ સમજીએ અને વડીલો સાથે બેસીએ. નીતિ નિયમો મુજબ ભરતી થાય તે પહેલી વખત રાજ્યમાં બન્યા છે.
ખોટુ કરે તેને પકડીને સજા આપવા રાજ્ય સરકાર તૈયારજિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ખોટુ કરે તેને પકડીને સજા આપવા રાજ્ય સરકાર તૈયાર છે. પરંતુ મને ઇચ્છા થાય કે પેપર ફૂટી ગયું અને ફોડી નાખું એવી રીતે સરકાર ન ચાલે. પહેલા તો બાવડું પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી. સગા-વ્હાલાના આજે પણ રજિસ્ટરમાં નામ નીકળશે. રજૂઆત કરવાનો પ્રતિનિધિનો અધિકાર છે. નરેશ પટેલ ભાજપમાં આવી રહ્યા છે તેવા મીડિયાના સવાલના જવાબમાં જિતુ વઘાણીએ જણાવ્યું હતું કે, કોઈની વાતો, કોઈની ચર્ચા અને કોઈના સાંભળેલા પરથી નરેશ પટેલ વિશે મારે વાત કરવી અયોગ્ય ગણાશે.
ગુજરાત કરણીસેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ યુવારજાસિંહની ધરપકડ પર રોષ વ્યક્ત કર્યો.
આની નિષ્પક્ષ તપાસ થવી જોઇએઃ કરણીસેનાના અધ્યક્ષયુવરાજસિંહની ધરપકડને લઇને ગુજરાત કરણીસેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, ગઇકાલે ગાંધીનગરમાં ગેરરીતિઓનો પર્દાફાશ કરતા ક્ષત્રિય યુવા અગ્રણી યુવરાજસિંહની પોલીસે ધરપકડ કરી છે. તેનો હું વિરોધ કરું છું અને ગૃહમંત્રીને જણાવવા માગુ છું કે, સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરીને સરકારનું કામ જે કરી રહ્યા હોય એવા યુવાનેતાને આપે ધરપકડ કરીને ગંભીર કલમો લગાડી છે તેનો ક્ષત્રિય સમાજ અને રાજપુત કરણીસેના વિરોધ કરે છે. સરકારને જણાવવા માગીએ છીએ કે, ઉતાવળમાં વીડિયોમાં જોવા મળે છે એ મુજબ ગાડી સાથે થયું હોય પણ પ્રમાણિત યુવાન છે. આની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.
અન્ય સમાચારો પણ છે…