ભુજએક કલાક પહેલા
કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
જાહેર રજાઓ સહિત રાત્રીના 8 વાગ્યા સુધી 02832 252310 પર જાણ કરી શકાશે
સમગ્ર કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધિ બાબતે ઉદ્દભવતી મુશ્કેલીઓના નિવારણ અર્થે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરી નાગરિક પાણી લક્ષી તેમની ફરિયાદ જણાવી શકશે. આ સેવા સપ્તાહના સાતેય દિવસ સવારના 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, જલસેવા નગર, ભુજની કચેરીએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના ગ્રામિણ વિસ્તારના નાગરીકો પીવાના પાણીની મુશ્કેલી બાબતે કન્ટ્રોલ રૂમના ફોન નંબર 02832 252310 પર જાહેર રજાઓ સહિત સમગ્ર અઠવાડીયા દરમિયાન સવારનાં 8:00 કલાકથી રાત્રીનાં 8:00 કલાક સુધી જાણ કરી શકશે એમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. તિવારીએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…