Gujarati NewsLocalGujaratRajkotFrom April 7 To May 31, The Taxpayer Will Get 10% Compensation, If The Property Is In The Woman’s Name, Additional 5% Discount: Mayor
રાજકોટ44 મિનિટ પહેલા
કૉપી લિંક
ફાઈલ તસવીર
ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલકતધારકને વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે.સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% વળતર આપવામાં આવશે..40%થી વધારે શારીરિક અશક્ત હોય અને તેમના જ નામે મિલકતહોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ વર્ષ નાણાકીય વર્ષના પ્રારંભમાં એડવાન્સ મિલકત વેરો ભરનાર પ્રમાણિત કરદાતાઓને 10થી 16 ટકા વળતર આપે છે. આ વળતર યોજના દરમિયાન મનપાની તિજોરીમાં પ્રતિ વર્ષ કરોડો રૂપિયા જમા થાય છે. આ વખતે પણ આવતીકાલ 7 એપ્રિલથી એડવાન્સ મિલકત વેરો ચુકવવા પર વળતર યોજના શરુ થશે. જેમાં 2022-23ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકતધારકને 10% વળતર તથા મહિલા મિલકતધારકોને વધારાના 5% વળતર (15%) અને તા. 1 થી 30 જુન સુધી એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકતધારકને 5% અને મહિલા મિલકતધારકને 10% વળતર આપવામાં આવશે. તેમ મેયર ડો.પ્રદીપ ડવની સત્તાવાર યાદીમાં જણાવામાં આવ્યું છે.
31મે સુધીમાં વેરો ભરશો તો આ લાભ મળશે
વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 10% વળતર આપવામાં આવશે.ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે.ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલકતધારકને વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે.સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% વળતર આપવામાં આવશે..40%થી વધારે શારીરિક અશક્ત હોય અને તેમના જ નામે મિલકતહોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે.
1થી 30 જુન સુધીમાં વેરો ભરશો તો આ લાભ મળશે

આ સ્થળોએ મિલકત વેરો ભરપાઇ કરી શકાશે
ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/ તથા RMC ની મોબાઇલ એપ પરતમામ સિટી સિવિક સેન્ટરો પરતમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પરICICI બેંકની મુખ્ય શાખા (શારદા બાગ) પર, અને અન્ય શાખાઓ પર તા:11/04/2022થી ચાલુ કરવામાં આવશે.અન્ય સમાચારો પણ છે…