Saturday, May, 21, 2022 9:58 pm
Nation 1 News
BREAKING NEWS
ઉધોગ જગત એક્સકલુઝિવ સ્ટોરી ક્રાઈમ ગામની વાત ટેકનોલોજી દેશ-વિદેશ બ્રેકીંગ ન્યૂઝ મનોરંજન રાજનીતિ હેલ્થ

ઉચાપાત: ભરૂચમાં શ્રમ આયુક્ત કચેરીના પટ્ટાવાળાએ લેબર કોન્ટ્રાક્ટરો પાસેથી નાણા મેળવી બેંકમાં ભરી દેવાનું કહી રૂ. 22.11 લાખની ઉચાપાત કરી

Gujarati NewsLocalGujaratBharuchThe Leaseholder Of The Labor Commissioner’s Office In Bharuch Asked Him To Get Money From The Labor Contractors And Deposit It In The Bank For Rs. Embezzled Rs 22.11 Lakh

ભરૂચ41 મિનિટ પહેલા

કૉપી લિંકલબેર કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં લઈ જાતે જ ચલણ અને સહી સિક્કા મારી લાયસન્સ અપાવી દેતોઆખરે ભાંડો ફૂટતા મદદનીશ લેબર કમિશ્નરે એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

ભરૂચ મદદનીશ લેબર કમિશનરની કચેરીમાં 5 વર્ષથી આઉટ સોસિંગમાં ફરજ બજાવતા પટ્ટાવાળાએ 41 લેબર કોન્ટ્રાક્ટરો પાસેથી 4600 થી વધુ મજૂરોના નાણાં બેંકમાં ભરી દેવાની વાત કરી ઉચાપાત કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. બેંકમાં લેબર કોન્ટ્રાક્ટરોના લેબર લાયસન્સના રૂ 22.11 લાખ પ્યુન બિપિન વસાવાએ નહી ભરી ઘરભેગા કરતા મદદનીશ લેબર કમિશ્નર જયેશ મકવાણાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ મદદનીશ લેબર કમિશ્નર કચેરીમાં આઉટ સોર્સિંગ પટ્ટાવાળા તરીકે 5 વર્ષથી ફરજ બજાવનારા આરોપી બિપીન વસાવા રહે. સર્વોદય સોસાયટી, નંદેલાવે ઉચાપાત કરી છે. ગુનાહિત કાવતરાના ભાગરૂપે ભરૂચ મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમા લેબર કોન્ટ્રાક્ટનુ લાઇસન્સ મેળવવા આવનારા 41 એજન્સીઓ પાસેથી પ્યુને આ રોકડી કરી લીધી હતી.

બેંકમા 4600 થી વધુ મજૂરોના લેબર લાઇસન્સ કઢાવવા માટે કચેરી તરફથી આપવામા આવેલા ચલણના નાણા બેંકમા હુ ભરી દઇશ તેમ વિશ્વાસ આપી તેઓ પાસેથી ચલણમા જણાવેલા રૂપિયા રોકડમા તેમજ ઓનલાઇન મેળવી લીધા હતા. પ્યુન બીપીને તે નાણા બેંકમા નહી ભરી અને એજન્સીઓને બેંકમા ચલણના નાણા ભરી દેવામા આવ્યા છે તેમ વિશ્વાસ અપાવવા માટે ચલણ ઉપર બેંકના ખોટા સિક્કા મારી તે સિક્કા મારેલા ચલણ 41 એજન્સીઓને આપી કુલ રૂ 22.11 લાખની ઉચાપત કરી લીધી હતી. આ અંગે વધુ તપાસ પોસાઇ આર.એલ.ખટાણા એ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related posts

દર્દીઓની રજૂઆત સાંભળી: ‘ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચલાવતા નથી, સરકારમાં રજૂઆત કરીશ’: MLA શૈલેષ સોટ્ટા

cradmin

પરિવાર સાથે મિલન: રાજકોટના કોઠારીયાનો સાત વર્ષનો બાળક અભ્યાસ ન કરવો હોવાથી ટ્રકમાં બેસી જૂનાગઢ પહોંચી ગયો

cradmin

ભાજપ સ્થાપના દિનની ઉજવણી: ભરૂચમાં જંબુસર તાલુકાના અણખી ખાતેથી ભાજપ યુવા મોરચા દ્વારા ચાર દિવસીય બાઈક રેલીનો પ્રારંભ કર્યો

cradmin

Leave a Comment