અહેવાલ બાય:પ્રિન્સ પરમાર(Sr.Correspondent)
હંમેશા ગોલ ઉંચો રાખો નસીબ તમારો જરૂર સાથ આપશે: આર.સી.કોડેકર
ગુજરાત પ્રદેશ ભાતું વિકાસ પરિષદ દ્વારા 71માં સમાજમુક્તિ દિવસનું આયોજન કુબેરનગર બંગલા એરીયા ખાતે આવેલા સંત લીલા શાહ હોલમાં કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સારા સમાજના લોકો, વિદ્યાર્થીઓ અને યુવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.. આ કાર્યક્રમમાં છારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં હાજર ભાતું સમાજના અને હાઇકોર્ટના સરકારી વકીલ આર.સી.કોડેકરે ફિલ્મ આવારાનું ઉદાહરણ આપતા હાજર યુવાનોને કહ્યું હતું કે જજનો દીકરો ચોર અને ચોર નો દીકરો જજ પણ બની શકે છે વાત માત્ર જિંદગીમાં મહેનત કરવાની હોય છે. તમારી મહેનત અને તમારો ગોલ તેમજ સતત સંઘર્ષ તમને તમારી ઉડાનો સર કરવામાં કોઈ જ રોકી નથી શકતું..
ક્રિકેટર યશસ્વી જયસ્વાલનું દ્રષ્ટાંત આપતા કોડેકરે કહ્યું હતું કે સ્ટેડિયમની બહાર પકોડી વેચનાર યુવાન પણ જો મોટો ક્રિકેટર બની શકતો હોય તો તમે પણ કંઈ પણ કરી શકો છો.. આ ઉપરાંત આરસીકોડેકરે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સહિત અનેક મહાનુભાવોના દ્રષ્ટાંત આપ્યા હતા અને સારા સમાજના યુવાધનને આગળ ધપાવવા અદભુત દ્રષ્ટાંતો આપ્યા હતા..
સરકારી વકીલ આરસી કોડેકરે પોતાની જિંદગીમાં પણ કેટલા સંઘર્ષ કરીને આગળ આવ્યા તે પણ હાજર વિદ્યાર્થીઓ અને યુવાઓને જણાવ્યું હતું. આ સાંભળી હાજર વિદ્યાર્થીઓની આંખમાં તેમની જિંદગીનો સંઘર્ષ સાંભળી આંસુ આવી ગયા હતા..
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાતું વિકાસ પરિષદના અધ્યક્ષ પ્રદીપ બજરંગેએ સ્વર્ગસ્થ છારા સમાજના મહાનુભાવોને યાદ કર્યા હતા અને વિદ્યાર્થીઓને તેમજ યુવાનોને કહ્યું હતું કે તમારું વર્તમાન જ તમારું ભવિષ્ય છે આ ઉપરાંત હાજર વાલીઓને પણ કહ્યું હતું કે તમારે પણ નક્કી કરવાનું છે કે તમારા બાળકનું ભવિષ્ય શું બનાવવાનું છે..
ગુજરાત પ્રદેશ ભાતું વિકાસ પરિષદ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ પ્રદીપ બજરંગે
મનોજ તમાયચી એડવોકેટ,રાજેશ ઈન્દ્રેકર શિક્ષક,ગણેશ ઈન્દ્રેકર
પીન્ટુ કેતન ઈન્દ્રેકર,નિલેશ ઘાઘેકર, મનીષ ગારંગે, સંકેશતુષેકર, કલ્પના કોડેકર,અજય.બી.ઈન્દ્રેકર, રાજેશ ગુમાને સહિત અનેક મહાનુભાવો એ પણ હાજરી આપી હતી.