Nation 1 News
BREAKING NEWS
શિક્ષણ

શિક્ષણ થકી સમાજ નિર્માણ: પૂર્વાચલ માનવ વિકાસ પરિષદના કાર્યક્રમમાં દિગ્ગજોનું માર્ગદર્શન

સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને તેના મહત્વને ઉજાગર કરવા માટે વિવિધ સંસ્થાઓ સતત પ્રયત્નશીલ રહે છે. આવો જ એક પ્રશંસનીય પ્રયાસ પૂર્વાચલ માનવ વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યો. સંસ્થા દ્વારા ‘ઈમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન’ વિષય પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ આ વિશેષ અહેવાલમાં…

પૂર્વાચલ માનવ વિકાસ પરિષદ દ્વારા આજરોજ શિક્ષણના મહત્વને સમજાવતો એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમ ઓઢવ રીંગરોડ હોટલ ફ્લોરા ખાતે યોજાયો. ‘ઈમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન’ (શિક્ષણનું મહત્વ) થીમ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મહાનુભાવો એક મંચ પર એકઠા થયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ ગેસ્ટ સ્પીકર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં:

ઉન્મેશ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, AMA – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન)

જયેશ વેગડા(ડેપ્યુટી ચીફ વોર્ડન, સિવિલ ડિફેન્સ અમદાવાદ)

કલ્યાણસિંહ ચંપાવત

આ તમામ દિગ્ગજોએ પોતાના વક્તવ્ય થકી યુવા પેઢી અને વાલીઓને જીવનમાં શિક્ષણના મૂલ્ય, કારકિર્દી ઘડતર અને સમાજ નિર્માણમાં શિક્ષણના યોગદાન વિશે સચોટ માહિતી પૂરી પાડી હતી.

આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા પાછળ આયોજકોની ભારે મહેનત જોવા મળી. સમગ્ર કાર્યક્રમનું અત્યંત સુંદર અને સફળ સંચાલન ડો. સુરેન્દ્રપાલસિંહ ગૌતમ અને અવિનાશ ગૌતમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વક્તાઓના વિચારોથી લાભાન્વિત થયા હતા.

સમાજના ઉત્થાન માટે શિક્ષણ એ સૌથી મોટું શસ્ત્ર છે, અને પૂર્વાચલ માનવ વિકાસ પરિષદનો આ કાર્યક્રમ તે દિશામાં એક સાર્થક કદમ બની રહ્યો.

 

 

 

 

Related posts

શું તમે અમદાવાદના આ આર્યનને ઓળખો છો, ગોળા ફેકમાં તેણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ

Admin

કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો,સાયન્સ ફેરમાં ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મેપ કર્યો રજૂ

Admin

અમદાવાદની પ્રીશા શાહે  વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR સાથે ડંકો વગાડ્યો, તબીબ માતા- પિતાની દીકરી ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશી

Admin

Leave a Comment